અન્નક્ષેત્ર અને ભોજનાલય — નિત્ય નિઃશુલ્ક મહાપ્રસાદ
મંદિરે દર્શનાર્થે પધારતા પ્રત્યેક ભક્ત, યાત્રાળુ તથા સાધુ-સંતો માટે શુદ્ધ સાત્વિક દેશી ઘીમાંથી બનતા પવિત્ર મહાપ્રસાદની અવિરત વ્યવસ્થા છે. સનાતન ધર્મમાં અન્નદાનને સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. શ્રી માનસ હનુમંત ધામની પવિત્ર પરંપરા મુજબ અહીં પણ આવનાર કોઈ પણ ભાવિક ખાલી પેટે પાછો જતો નથી.
યાત્રી ભવન અને વિશ્રામ — શાંત આવાસ વ્યવસ્થા
દૂર-સુદૂરથી પધારતા શ્રદ્ધાળુ પરિવારો માટે મંદિર સંકુલમાં શાંત, સુરક્ષિત અને સ્વચ્છ રહેવાની આવાસ વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી ભક્તો મંગળા આરતી, સત્સંગ તથા દૈનિક દર્શનનો શાંતિથી લાભ લઈ શકે અને લાંબી મુસાફરીનો થાક ઉતારી શકે.
* યાત્રી ભવનમાં ઓરડાઓની સંખ્યા મર્યાદિત હોવાથી આગમન પહેલાં અથવા મંદિરે પહોંચી કાર્યાલય પર સંપર્ક કરવાની વિનંતી છે.
સુવિધા પૂછપરછ તથા સહયોગ માટે
મહાપ્રસાદ સેવા, અન્નદાન તિથિ નોંધણી તથા યાત્રી ભવન સંબંધી વધુ વિગતો માટે અમારા કાર્યાલયનો સીધો સંપર્ક કરી શકો છો.